Morbi તા.૧૬
અણીયારી ગામની સીમમાંથી મળી આવેલ હાડપિંજર બાબતે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યાના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા તા. ૧૮ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે
ગત તા. ૨૫-૦૮-૨૦૨૪ ના રોજ અણીયારી ગામની સીમમાંથી અજાણી સ્ત્રી અથવા કિન્નર જેવી વ્યક્તિનું મૃત્યુ થતા હાડપિંજર કોહવાયેલ ગયેલ હાલતમાં મળી આવ્યું હતું જે મૃતક સંજય મોહનભાઈ મહવઈ રહે રાજસ્થાન વાળા હોવાનું ખુલતા પરિવારનો સંપર્ક કરી પત્નીની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી અલગ અલગ ટીમો બનાવી ઊંડાણપૂર્વક તપાસ કરતા હત્યાને અંજામ આપનાર રવિ દેવજીભાઈ ગાબુ રહે ઓળક તા. લખતર સુરેન્દ્રનગર અને સુરેશ બબાભાઈ ગોરૈયા રહે ઢાંકી તા. લખતર સુરેન્દ્રનગર એમ બે ઇસમોને ઝડપી લીધા હતા
મૃતક સંજયભાઈ મહવઈ માળિયા હળવદ હાઈવે પર અણીયારી ગામની સીમ પાસે જીવલી કિન્નરનો વેશ ધારણ કરી પૈસા માંગતા હતા અને બંને આરોપીઓએ ખેતરમાં લઇ જઈને બીભત્સ માંગણી કરતા મૃતક સાથે બોલાચાલી ઝઘડો કરી પેટના ભાગે છરીના ઘા મારી મોત નીપજાવી હત્યાની કબુલાત આપી હતી મોરબી તાલુકા પોલીસે બંને ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૧૮ સુધીના પોલીસ રિમાન્ડને મંજુરી આપી છે