Morbi,તા,૨૫
આંદરણા ગામની સીમમાંથી ચાર સવારી બાઈક અને સીએનજી રીક્ષા વચ્ચે ટક્કર થવા પામી હતી જે અકસ્માતમાં બાઈકમાં સવાર ચારેય યુવાન પડી જતા ત્રણને ઈજા પહોંચી હતી તો એક યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ભરતભાઈ કેશુભાઈ ડઢેયા (ઉ.વ.૩૦) નામના યુવાને સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૩૬૬૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી, તેના ભાઈ સાગરભાઈ, પ્રવીણભાઈ અને અનિલભાઈ ચારેય પ્રવીણના બાઈક જીજે ૩૬ એબી ૩૬૮૮ લઈને રણછોડગઢ ગામથી નીચી માંડલ જતા હતા જે બાઈક પ્રવીણ ચલાવતો હતો બાઈક લઈને આંદરણા ગામની સીમમાં લવારિયા તારીખે ઓળખાતી વાડી પાસે પહોંચ્યા ત્યારે સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૩૬૬૧ ના ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો
જે અકસ્માતને પગલે બાઈક ચાલક સહીત ચારેય યુવાન નીચે પડી ગયા હતા જેથી ફરિયાદી ભરતભાઈ, પ્રવીણભાઈ અને અનિલભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી તો ફરિયાદીના ભાઈ સાગરભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે