Morbi,તા.29
ઉંચી માંડલ ગામના બસ સ્ટેન્ડ નજીક પરિવાર કાર લઈને જતો હોય ત્યારે ટ્રક ટ્રેલર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં કારના બંને દરવાજામાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે
હળવદની અવધ સોસાયટીમાં રહેતા અમૃતભાઈ ચંદુભાઈ વાઘોડીયાએ ટ્રક ટ્રેલર જીજે ૧૨ બીવાય ૦૪૮૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૮ ના રોજ ફરિયાદી અમૃતભાઈ, તેના પત્ની રૂચિકા, દીકરી છીયા, પંકજભાઈ સોરીયા અને તેના પત્ની મિતલબેન બધા કાર જીજે ૧૦ સીજી ૨૩૪૦ લઈને મોરબીથી હળવદ જતા હતા ત્યારે સાંજે સવા ચારેક વાગ્યે ઉંચી માંડલ ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ટ્રક ટ્રેઇલર જીજે ૧૨ બીવાય ૦૪૮૬ ના ચાલકે કારના ખાલી સાઈડે ભટકાડી અકસ્માત કરી કારના બંને દરવાજાને નુકશાન કર્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે