Morbi,તા.15
ઉંચી માંડલ ગામ નજીક આવેલ સિરામિક ફેકટરીના સિક્યુરીટી રૂમમાં ૪૫ વર્ષીય આધેડ બેભાન થઇ ગયા હતા અને બાદમાં બેભાનવસ્થામાં જ મોત થયું હતું
મોરબીના ઉંચી માંડલ પાસે આવેલ સનલેન્ડ સિરામિકમાં કામ કરતા રાકેશ પ્રયાગરાજ પાંડે (ઉ.વ.૪૫) નામના આધેડ ગત તા. ૧૩ ના રોજ સનલેન્ડ સિરામિક ફેકટરીના સિક્યુરીટી રૂમમાં જમતા હતા અને અચાનક બેભાન થઇ જતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે