Morbi,તા,23
શહેરના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ નજીક સ્કોર્પીઓ કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવી નીકળતા રાહદારીઓમાં નાસભાગ મચી હતી કાર ચાલકે એકટીવા અને લારીને ઠોકર મારી નુકશાન કરી નાસી જતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના સામાકાંઠે રીલીફનગરમાં રહેતા દિલીપભાઈ રસિકલાલ મહેતા (ઉ.વ.૫૪) વાળાએ સ્કોર્પીઓ કાર જીજે ૧૧ બીએચ ૦૦૦૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૧૧ ના રાત્રીના સુમારે ઉમા ટાઉનશીપ રોડ પર સ્કોર્પીઓ ચાલક પોતાની કાર પુરઝડપે ચલાવી નીકળ્યો હતો જેથી દિલીપભાઈ સહિતના જીવ બચાવવા સાઈડમાં ખસી ગયા હતા જેથી રાહદારીઓ બચી ગયા હતા બાદમાં સ્કોર્પીઓ ચાલકે ફરિયાદીના એકટીવા સાથે કાર અથડાવી નુકશાન કરી એક લારી સાથે કાર અથડાવી હતી જેથી લારીમાં ભરેલ સામાનમાં નુકશાન કરી સ્કોર્પીઓ કાર ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે