Morbi,તા.15
શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગો પર દબાણ જોવા મળી રહ્યા છે ત્યારે આજે મ્યુનીસીપલ કમિશ્નરની રાહબરી હેઠળ મહાપાલિકાની ટીમોએ દબાણ હટાવવાની કામગીરી શરુ કરી હતી
મોરબી મહાપાલિકા દ્વારા આજે શહેરના મુખ્ય માર્ગ એવા શનાળા રોડ પર ડીમોલીશન ડ્રાઈવ શરુ કરી હતી મ્યુનીસીપલ કમિશ્નરની ઉપસ્થિતિમાં તંત્રએ જેસીબી વડે નડતરરૂપ દબાણો હટાવવાનું શરુ કર્યું છે મહાપાલિકાની અલગ અલગ ટીમો બનાવી આજે શનાળા રોડ પર ઉમિયા સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં નડતરરૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા જાહેર માર્ગો પર ખડકી દેવામાં આવેલ મંડપ, કેબીન સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા જોકે માત્ર શનાળા રોડ પર જ નહિ શહેરના લગભગ તમામ માર્ગો પર આવા દબાણો જોવા મળે છે જેથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે તંત્ર શું તમામ દબાણો હટાવશે અને કામગીરી સતત ચાલુ રહેશે કે નહિ તે મોટો સવાલ છે