Morbi તા.૨૪
શહેરના શનાળા રોડ પરના ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ૧૪૪ નંગ બીયરના ટીનનો જથ્થો કબજે લઈ આરોપીને ઝડપી લીધો છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા આરોપી પ્રહલાદસિંહ અર્જુનસિંહ ઝાલાના માકનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી બીયરના ૧૪૪ ટીન કીમત રૂ ૧૪,૪૦૦ મળી આવતા બીયરનો જથ્થો કબજે લઈને આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે