Morbi,તા.૨૬
જુના નાગડાવાસ ગામમાં વરંડામાં પડેલ હુન્ડાઈ ક્રેટા કારમાંથી પોલીસે ૩૩૬ બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી દારૂ અને કાર સહીત ૭.૨૭ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બીજી રેડમાં એલસીબી ટીમે કારમાંથી ૩૧૮ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના નાગડાવાસ ગામે રહેતા ભાવેશ ઉર્ફે મુન્નો પરબત ધ્રાંગાના વરંડામાં પડેલ કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં કાર જીજે ૩૬ એફ ૨૦૪૬ વાળી કારમાંથી ઈંગ્લીશ દારૂની ૩૩૬ બોટલ કીમત રૂ ૨,૨૭,૫૪૪ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૭,૨૭,૫૪૪ નો મુદામાલ કબજે લીધો છે તેમજ કારના માલિક અને કાર પડેલ મળી આવી તે વરંડાના કબ્જા ભોગવટાદાર વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના નાગડાવાસ ગામે રહેતા દાદુભાઈ બચુભાઈ મહેતાના રહેણાંક મકાનના ફળિયામાં એક કાર પડેલી છે જે કારમાં દારૂનો જથ્થો વેચાણ કરવા રાખ્યો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી કાર જીજે ૦૩ એબી ૬૧૬૧ મળી આવી હતી જે કારની તલાશી લેતા કારમાંથી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો જે કારમાંથી પોલીસે ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ નંગ ૧૩૨, 8 પીએમ વ્હીસ્કીબોત્લ નંગ ૨૪, રોયલ ચેલેન્જર્સ વ્હીસ્કી બોટલ નંગ ૨૪, એન્ટીકયુંટી બ્લુ વ્હીસ્કી બોટલ નંગ ૧૨, બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કી બોટલ નંગ ૧૨૬ સહીત કુલ બોટલ નંગ ૩૧૮ કીમત રૂ ૨,૫૦,૨૨૭ નો જથ્થો મળી આવતા દારૂ અને કાર કીમત રૂ ૫૦ હજાર મળીને કુલ રૂ ૩,૦૦,૨૨૮ નો મુદામાલ કબજે લીધો હતો રેડ દરમિયાન આરોપી દાદુ બચુભાઈ મહેતા રહે જુના નાગડાવાસ તા. મોરબી વાળો હાજર નહી મળી આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે