Morbi,તા.09
શહેરના તખ્તસિંહજી રોડ પર ઓક્ટોબર માસમાં બાઈક ચોરી થયું હતું જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ઝાલાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૭-૧૦ ના સાંજે ૪ થી ૮ ના સમયગાળા દરમિયાન ફરિયાદીનું બાઈક કીમત રૂ ૨૫ હજાર વાળું તખ્તસિંહજી રોડ પર મામાદેવ મંદિર પાસે રાખેલ હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે