Morbi,તા.02
ત્રિકોણબાગમાં આવેલ પાર્કિંગમાં રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા પોલીસે વધુ એક બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીની વાવડી ચોકડી પાસે સત્યમ સોસાયટીમાં રહેતા શ્રીકાંતીભાઈ નવઘણભાઈ પરમાર (ઉ.વ.૫૨) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનું બાઈક જીજે ૦૩ એફપી ૯૧૨૪ કીમત રૂ ૨૦ હજાર વાળું ગત તા. ૧૮-૧૧ ના બપોરથી સાંજ સુધી ત્રિકોણબાગ પાર્કિંગમાં રાખેલ હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે