Morbi,તા.11
મોરબી પંથકમાં વાહનચોરી કરનાર બેફામ બની ગયા છે ત્રિકોણબાગમાં આવેલ પાર્કિંગમાંથી વધુ બે બાઈક ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના વાઘપર (પીલુડી) ગામના રહેવાસી ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણીએ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬ ના રોજ ફરિયાદીનું બાઈક કીમત રૂ ૧૫ હજાર વાળું ત્રિકોણબાગ અંદર પાર્કિંગમાં રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે જયારે બીજી ફરિયાદમાં પંચાસર રોડ પર રહેતા મકનભાઈ નાનજીભાઈ હડીયલે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨-૧૧ ના રોજ ફરિયાદીનું બાઈક કીમત રૂ ૧૦ હજાર વાળું ત્રિકોણબાગ પાર્કિંગમાં રાખેલ હોય જે અજાણ્યો ઈસમો ચોરી કરી ગયો છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે