Morbi તા.૨૪
ધરમપુર રોડ પર આજે તંત્રએ ડીમોલીશન હાથ ધર્યું હતું રોડને અડીને આવેલા ૨૦ થી વધુ મકાનો અને દુકાનો પર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી મોરબી માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ધરમપુર રોડ પર ડીમોલીશન કામગીરી કરવામાં આવી હતી લાભનગર સોસાયટી સામે રોડને અડીને આવેલા દબાણો હટાવવામાં આવ્યા હતા અગાઉ આસામીઓને નોટીસ આપવામાં આવી હતી અને આધાર પુરાવા રજુ કરવાની તક આપવામાં આવી હતી જે મુદત પૂર્ણ થતા આજે સરકારી બુલડોઝર દબાણો પર ફરી વળ્યું હતું પોલીસના બંદોબસ્ત સાથે ૨૦ જેટલા મકાન અને દુકાનો સહિતના દબાણો હટાવવામાં આવ્યા હતા