Morbi,તા.16
ધૂળકોટ ગામની સીમમાં બે બાઈક સામસામે અથડાતા ૨૪ વર્ષના યુવાનનું મોત થયું છે જે અકસ્માતના બનાવ મામલે પોલીસે આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના ધૂળકોટ ગામે રહેતા વિમલભાઈ પ્રવીણભાઈ ચૌહાણ (ઉ.વ.૨૭) નામના યુવાને બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીએ પોતાનું બાઈક પુરઝડપે ચલાવી ધૂળકોટ ગામની સીમમાં ધૂળકોટ આમરણ વચ્ચે આવેલ સ્વામીનારાયણ ફાર્મ સામે રોડ પર અકસ્માત સર્જ્યો હતો ફરિયાદીના નાના ભાઈ જયકિશન (ઉ.વ.૨૪) વાળા પોતાનું બાઈક લઈને જતા હોય ત્યારે આરોપી બાઈક ચાલકે સામેથી બાઈક ભટકાડયુ હતું જે અકસ્માતમાં ફરિયાદીના નાના ભાઈ જયકિશન ચૌહાણ નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત હતું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે