Morbi તા.૧૪
પંચાસર રોડ પર વૃદ્ધ સહિતના બે વ્યક્તિ દુકાન પાસે બેઠા હતા અને દુકાનદાર સફાઈ કરતા ધૂળ ઉડતા ધીરે વાળવાનું કહેતા ઉશ્કેરાઈ જઈને એક ઇસમેં વૃદ્ધ સહિતના બેને માર મારી ઈજા કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબીના પંચાસર રોડ કામધેનું પાર્ક સોસાયટીમાં રહેતા વાલજીભાઈ દેવસીભાઈ સેરસીયાએ આરોપી રમેશભાઈ રહે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી વાલજીભાઈ અને અંબારામભાઈ બંને રમેશભાઈની દુકાન પાસે બેઠા હતા અને તેઓ દુકાન બહાર સફાઈ કરતા હતા જેથી ધૂળ ઉડતી હોવાથી ધીરે વાળવાનું કહ્યું હતું જે સારું નહિ લાગતા આરોપી ઉશ્કેરાઈ જઈને ફરિયાદી વૃદ્ધ વાલજીભાઈ અને અંબારામભાઈને ગાળો આપી ઝપાઝપી કરી હતી તેમજ લોખંડ પીપ વડે ઈજા કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે