Morbi,તા,૨૫
મોરબીમાં પરપ્રાંતીય યુવાન સહિતના બે વ્યક્તિને રીક્ષામાં બેસાડી પીપળી ગામ નજીક છરી કાઢી બંને મુસાફરને ડરાવી ધમકાવી રોકડ રૂ ૨૦ હજારની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી દઈને રીક્ષા ચાલક ફરાર થયો હતો જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી
મૂળ ઓરિસ્સાના વતની અને હાલ સાપર ગામની સીમમાં રહીને મજુરી કરતા રામચંદ્રકુમાર ભુયાન (ઉ.વ.૨૧) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૨ ના રોજ બપોરના સુમારે ફરિયાદી અને તેનો મિત્ર વતન જવા માટે રીક્ષામાં બેસી મોરબી હાઉસિંગ બોર્ડ જવા નીકળ્યા હતા ત્યારે પીપળી ગામ પાસે રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી છરી કાઢી ફરિયાદી સહિતના બંને પાસેથી બળજબરીથી રોકડ રૂ ૨૦ હજાર રોકડા પડાવી લઈને ધમકી આપી રીક્ષામાંથી ઉતારી નાસી ગયો હતો જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં અલગ અલગ ટીમ બનાવી ૫૦ થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા
નેત્રમ શાખાના સીસીટીવીની તપાસ કરતા સીએનજી રીક્ષા જીજે ૨૪ ડબલ્યુ ૮૬૯૧ મળી આવતા પોલીસે તપાસ ચલાવી હતી અને રિક્ષાચાલક ભરત દીપક દેવીપુજક રહે કુબેર રોડ શોભેશ્વર પાછળ મોરબી વાળાને ઝડપી લઈને સીએનજી રીક્ષા જીજે ૨૪ ડબલ્યુ ૮૬૯૧ કીમત રૂ ૧ લાખ, રોકડ રૂ ૨૦ હજાર, બે મોબાઈલ કીમત રૂ ૧૫ હજાર અને એક છરી કીમત રૂ ૧૫૦ સહીત કુલ રૂ ૧,૩૫,૧૫૦ નો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
લૂંટના ગુનામાં ઝડપાયેલ રીક્ષા ચાલક રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે જેના ચારેક દિવસ પૂર્વે પાવડીયારી કેનાલ પાસે હિન્દી ભાષી મજુરનર છરી બતાવી રૂ ૧૫ હજાર પડાવ્યા, દશેક દિવસ પૂર્વે બેલા (રંગપર) રોડ પરથી રૂ ૪૫૦૦ છરી બતાવી પડાવ્યા, પાંચેક દિવસ પૂર્વે ટીંબડી પાટિયા પાસેથી રૂ ૧૮ હજાર, ત્રણેક દિવસ પૂર્વે લાલપર પાસેથી રૂ ૩૫૦૦, બેલા પંપ પાસેથી રૂ ૨૫૦૦, પંદર દિવસ પૂર્વે પીપળી ગામેથી ૧૮ હજાર અને બારેક દિવસ પૂર્વે જેતપર રોડ પરથી રૂ ૧૦ હજાર પડાવ્યા હોવાની કબુલાત આપી હતી જેથી મોરબી તાલુકા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે અને વધુ પૂછપરછ ચલાવી છે