બાઈકને ઠોકર મારી આગળ જતી કારને ઠોકર મારી
Morbi,તા.01
મોરબીના બંધુનગર નજીક બે ટ્રક ચાલકોએ ટ્રક પુરઝડપે ચલાવી બાઈકને ઠોકર મારી હતી બે ટ્રક વચ્ચે બાઈક ચાલક ફસાયા બાદ ડમ્પર ચાલકે બાઈકને ઠોકર મારી તેમજ આગળ જતી કારને પણ ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી બંને ટ્રકના ચાલકો પોતાના વાહનો રેઢા મૂકી નાસી ગયા હતા
વાંકાનેર તાલુકાના રાતીદેવલી ગામે રહેતા કિશોરભાઈ હીરાભાઈ વોરા (ઉ.વ.૪૮) વાળાએ ટ્રક અને ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ટ્રક ચાલકે મોરબી વાંકાનેર હાઈવે પર બંધુનગર ગામ નજીક રોંગ સાઈડમાં ટ્રક ચલાવી ફરિયાદી કિશોરભાઈ વોરાના બાઈક સામે આવી રસ્તો બંધ થઇ જતા બાઈક તેમજ અન્ય વાહનચાલકોએ પોતાના વાહનોને બ્રેક મારી ધીમું કર્યું હતું ત્યારે ડમ્પર ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી ફરિયાદી કિશોરભાઈ અને દિનેશભાઈ લવજીભાઈ વોરા (ઉ.વ.૪૦) વાળાના બાઈક સહીત તેમજ આગળ જતી કારને પાછળથી ઠોકર મારી હતી
જે અકસ્માતમાં ફરિયાદી કિશોરભાઈને ઈજા પહોંચી હતી તેમજ દિનેશભાઈ વોરાના શરીર પર ડમ્પરનું વ્હીલ ફરી વળતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ બંને ટ્રક ચાલકો પોતાના વાહન સ્થળ પર મૂકી નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે