Morbi તા.૩૦
બેલા નજીક આવેલ ફેકટરીમાં ટ્રક ચાલકે અચાનક વણાંક લેતા શ્રમિક યુવાનને હડફેટે લીધો હતો અને યુવાનના પગ પર ટાયરનો જોટો ફરી વળતા સારવાર દરમિયાન પગ કાપવો પડ્યો હતો
મૂળ ઝારખંડના વતની અને હાલ બેલા ગામની સીમમાં આવેલ કોસીના સિરામિકમાં રહીને મજુરી કરતા વિકાસ સામરામ મુંડા (ઉ.વ.૩૪) નામના યુવાને ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ટ્રક ચાલકે કારખાનામાં પાછળ સાઈડમાં જોયા વગર ખાલી સાઈડે અચાનક વણાંક વાળતા વિકાસ મુંડા નીચે પડી ગયો હતો અને ટાયરનો જોટો ડાબા પર પગ ફરી જતા ઈજા પહોંચતા સારવાર દરમિયાન પગ કાપવો પડ્યો હતો અને જમણા પગમાં પણ ઈજા કરી હતી અકસ્માત બાદ ટ્રક રેઢું મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે