Morbi,તા.11
બેલા (રંગપર) ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે ૨૮,૫૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે બેલા (રંગપર) ગામની સીમમાં રેડ કરી હતી જ્યાં બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા મુન્નાભાઈ ઉર્ફે લાલો અનવર રાજા, સાહિલ ઓસમાણ નારેજા, હસમુખ માવજી રૂપાલા અને અજય નાનજી જેઠલોજા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૨૮,૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે