Morbi,તા.26
શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં ગાળો બોલવા મામલે એક ઇસમ છરી લઈને ઘરમાં ઘુસી ગયો હતો જેને પિતા અને પુત્ર સહીત ત્રણને છરી વડે ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ વિસ્તારના રહેવાસી સલીમ હુસેન મોવર (ઉ.વ.૫૦) વાળાએ મહેબુબ કાસમ થૈયમ રહે જોન્સનગર લાતીપ્લોટ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો સમીર ઈદ મસ્જીદ પાસે બેઠો હતો ત્યારે આરોપી મહેબુબ ગાળો બોલી માથાકૂટ કરતો હતો જેથી ફરિયાદીના દીકરા નિઝામે તેને સમજાવી ઘરે પરત આવ્યો હતો અને ઘરે બધા વાતચીત કરતા હતા ત્યારે મહેબુબ છરી લઈને ઘરમાં ઘુસી આવ્યો હતો જેને ફરિયાદી સલીમને હાથે તેમજ દીકરા નિઝામને હાથમાં કોણીના ઉપરના ભાગે છરી મારી તેમજ રજીયાબેન છોડાવવા વચ્ચે પડતા તેને પણ હાથના પંજામાં છરી વડે ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે