Morbi,તા.27
ગુરુવારે મચ્છુ ૩ ડેમ નજીક આવેલ નદીમાં ૩૫ વર્ષીય યુવાન કુદી ગયાની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી અને આજે યુવાનનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારે જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ ૩ ડેમ નજીક નદીમાં યુવાન કુદી ગયાની જાણ થતા મોરબી ફાયર ટીમના તરવૈયાઓ દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે સાંજ સુધી યુવાનનો કોઈ પત્તો લાગ્યો ના હતો અંધકારને કારણે શોધખોળ રોકવી પડી હતી બાદમાં વહેલી સવારથી ફરી તરવૈયાઓની ટીમ કામે લાગી હતી સતત ૨૪ કલાક જેટલો સમય શોધખોળ ચલાવ્યા બાદ આખરે મૃતદેહ જ રેસ્ક્યુ ટીમને હાથ લાગ્યો હતો મૃતક રવિભાઈ ધીરજલાલ કટારીયા (ઉ.વ.૩૫) હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ છે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે