Morbi,તા.22
શહેરના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ પાસેથી એસઓજી ટીમે ૨ દેશી તમંચા અને એક પિસ્ટલ એમ કુલ ત્રણ હથિયાર અને એક જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ પાસે એક ઇસમ થેલીમાં પિસ્તોલ અને તમંચા જેવા હથિયાર લઈને ઉભો છે જેથી એસઓજી ટીમે માર્કેટિંગ યાર્ડ નજીક રેડ કરી હતી જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સામેથી આરોપી વીરેન્દ્રસિંહ ઉર્ફે વીરૂ ઉર્ફે ટાવર નટુભા જાડેજા (ઉ.વ.૪૨) રહે શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ M-૩૬૫ વાળાને ઝડપી લીધો હતો જે આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટના તમંચા નંગ ૦૨ કીમત રૂ ૧૦,૦૦૦ પિસ્ટલ નંગ ૦૧ કીમત રૂ ૧૫ હજાર અને જીવતો કાર્ટીઝ નંગ ૧ કીમત રૂ ૨૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૩૦,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
૩ હથિયાર અને જીવતા કાર્ટીઝ સાથે ઝડપાયેલ ઇસમ વિરુદ્ધ અગાઉ પાંચ ગુના નોંધાઈ ચુક્યા છે અગાઉ ટંકારા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ, સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ અને આઈપીસી કલમ ૩૦૬,૫૦૭ મુજબના પાંચ ગુના નોંધાઈ ચુક્યા છે