Morbi,તા.13
રંગપર ગામની સીમમાં બસ સ્ટેશન સામે જતા રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રંગપર ગામના બસ સ્ટેશન સામે સ્મશાન તરફ જતા રોડ પરથી અજાણ્યા પુરુષ આશરે ૪૫ થી ૫૦ વર્ષ વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતકે ગુલાબી કલરનો શર્ટ અને અંદર આખી બાઈનું કાળા કલરનું ટીશર્ટ તેમજ કાળા કલરનું પેન્ટ પહેરેલ છે પાવાર હાઉસ સામે ખરાબમાં ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે મૃતદેહ રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે