Morbi તા.૧૪
રંગપર ગામની સીમમાં નવજાત શિશુને ત્યજી દેનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મોરબીના લીલાપર કેનાલ રોડ પર રહેતા કુલદીપભાઈ દિલીપભાઈ વિરમગામાંએ અજાણી સ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી રંગપર ગામની સીમમાં આવેલ મારવેલ પેકેજીંગ કારખાનું ચલાવી વેપાર કરે ચેહ ગત તા. ૧૧ નાર ઓજ સવારના રંગપર ગામની સીમમાં આવેલ તરલ પેટ્રોલીયમ સામે નવા યુનિટના શેડનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી કારખાના મેનેજર ત્યાં હાજર હતા જેને ફોન કરી જાણ કરી હતી કે મારવેલ પેકેઈંગના લેબર ક્વાર્ટરના જનરલ બાથરૂમ અને ચોકડીમાંથી પાણી જતું ના હોવાથી કારખાનાના મજુર મારફત કુંડી સફાઈ કરાવતા હતા ત્યારે એક મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું છે
તાજું જન્મેલું બાળક (પુરુષ જાતિનું) આશરે બે થી ત્રણ દિવસનું હોય જેને અજાણી સ્ત્રી ત્યજીને લેબર ક્વાર્ટરની કુંડીમાં રાખીને જતી રહી હતી બનાવ મામલે પોલીસને જાણ કરતા નવજાત શિશુના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડાયું છે અને મોરબી તાલુકા પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે