Morbi,તા.12
રવાપર ગામ નજીક આવેલ તબેલામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી જેને પગલે ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો
રવાપર ગામ નજીક ઘુનડા રોડ પર આવેલ સરસ્વતી ફાર્મના તબેલામાં આજે સવારના સુમારે આગ લાગી હતી જે આગમાં મગફળીનો ભૂકો બળીને ખાખ થયો હતો આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી જેથી ફાયર ટીમે રાહતનો શ્વાસ લીધો હતો