Morbi તા.૨૬
રાજપર ગામે રહીને મજુરી કરતી ૨૨ વર્ષીય પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમીયાન મોત થયું છે મૂળ દાહોદના વતની અને હાલ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા ઉષાબેન ભાવારસિંગ પરમાર (ઉ.વ.૨૨) નામની પરિણીતા ગત તા. ૨૧ ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે