બાઈક ચાલક પતિનું મોત જયારે પત્નીને ઈજા પહોંચી
Morbi તા.૧૦
લક્ષ્મીનગર ગામની સીમમાંથી યુવાન બાઈક લઈને પત્ની અને દીકરી સાથે જતો હતો ત્યારે ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતા પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું જયારે પત્નીને ઈજા પહોંચાડી ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો મૂળ એમપીના વતની અને હાલ લક્ષ્મીનગર ગામની સીમમાં રહેતા રેવારામ સોહનરામ બામણીયા (ઉ.વ.૩૧) વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના સાઢુભાઈ નંદલાભાઈ ઉર્ફે શિવરામભાઈ નાનસિંહ વાસ્કલે તેની પત્ની બુધીબાઈ અને દીકરી રીન્કુને લઈને બાઈકમાં લક્ષ્મીનગર ગામની સીમમાંથી જતા હતા ત્યારે ટ્રક ચાલકે ખાલી સાઈડે હડફેટે લઈને રોડ પર પાડી દીધા હતા જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા નંદલાભાઈ વાસ્કલેનું મોત થયું હતું જયારે બુધિબાઈને ઈજા કરી હતી અકસ્માત બાદ ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
Morbi માળિયા ફાટક નજીક સુપર કેરી વાહનની ઠોકરે બાઈકચાલકને ઈજા
માળીયા ફાટકથી સર્કીટ હાઉસ જવાના રસ્તે બાઈક લઈને ૪૮ વર્ષીય આધેડ જતા હોય ત્યારે સુપર કેરી વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બાઈક ચાલક આધેડને ઈજા પહોંચાડી વાહન મૂકી ચાલક નાસી ગયો હતો
મોરબીના નાની વાવડી ગામે રહેતા સુનીલભાઈ ડાયાભાઇ વાઘેલા (ઉ.વ.૪૮) વાળાએ સુપર કેરી વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૫-૧૧ ના રોજ સાંજના સુમારે ફરિયાદી પોતાનું બાઈક લઈને માળિયા ફાટકથી સર્કીટ હાઉસના ગેટ પાસેથી જતા હતા ત્યારે સુપર કેરી વાહનચાલકે બાઈકને ઠોકર મારતા સુનીલભાઈને બંને પગમાં ફ્રેકચર અને ખંભાના ભાગે ઈજા કરી હતી અકસ્માત બાદ વાહન મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે