Morbi,તા.29
વિસીપરા રણછોડનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૪૧૨૦ જપ્ત કરી છે સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વિસીપરા રણછોડનગરમાં રેડ કરી હતી જ્યાં ડેરી પાસે જાહેરમાં જુગાર રમતા સોહિલ જુમ્માભાઈ સુમરા, મનીષ પ્રવીણભાઈ ચાવડા અને પાર્થ ઉર્ફે ચિરાગ દિલીપભાઈ અસ્વાર એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૪૧૨૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે