Morbi તા.30
મોરબી તાલુકાના વીરપરડા ગામની સીમમાં સ્વીફ્ટ કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસ ૩.૦૪ લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરપરડા ગામની સીમમાંથી સ્વીફ્ટ કાર આંતરી તલાશી લેતા કારમાંથી દેશી દારૂ ૨૧ લીટર મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ કીમત રૂ ૪૨૦૦ અને કાર કીમત રૂ ૩ લાખ સહીત કુલ રૂ ૩,૦૪,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી અક્ષય વિનુભાઈ સોલંકી રહે મોડપર તા. મોરબી વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી અશોક નરશી દેવીપુજક રહે મોડપર તા. મોરબી વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે