Morbi,તા.02
મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે સત્તાવાર જાહેરાત થતા શહેરમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે જોકે મોરબી નગરપાલિકા નાગરિકોને સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે મહાનગરપાલિકા કર્યા બાદ સ્થિતિ સુધરશે કે કેમ તે મોટો સવાલ છે
મોરબી નગરપાલિકા સુપરસીડ કર્યા બાદ છેલ્લા બે વર્ષથી ઘણીધોરી વગરની હોય તેવું લાગી રહ્યું છે અગાઉ પણ પાલિકામાં ભાજપના શાસન સમયે પણ નાગરિકોના કામો સમયસર થતા ના હોવાની રાવ ઉઠતી હતી તો હવે વહીવટદાર શાસનમાં તો સ્થિતિ બદથી બદતર જોવા મળી રહી છે શહેરના સાવ્સર પ્લોટ શેરી નં ૨-૩ બજરંગ બલી મંદિર પાસે કેટલાક મહિનાથી ગટર ઉભરાઈ રહી છે જેની રજૂઆત કરી સ્થાનિકો થાકી ગયા છે પરંતુ નીમ્ભર પાલિકાના સત્તાધીશો કે કર્મચારીઓ ફરિયાદ ધ્યાને લેતા નથી અને ગટર ઉભરાવવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી જેથી રોષ ભભૂકી રહ્યો છે