Morbi તા.૨૪
પંચાસર ચોકડી પાસે એક ઇસમેં ૩૩ વર્ષના યુવાનને છરી વડે હાથમાં ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબી પંચાસર ચોકડી મહાવીરનગરમાં રહેતા કાનજીભાઈ શંકરભાઈ સોનગરાએ આરોપી બાબુભાઈ ભગવાનજીભાઈ પરમાર રહે મહાવીરનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાની અફવા ફેલાવી હોય જેથી આરોપીને સમજાવવા પંચાસર ચોકડીએ ગયા હતા ત્યારે આરોપી બાબુ પરમારે ઉશ્કેરાઈ જઈને ગાળો આપી છરી વડે હાથની ભુજામાં ઈજા કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે