Morbi તા.૨૪
શહેરની પોસ્ટ ઓફીસ પાછળ જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન ત્રિકોણબાગ સામે પોસ્ટ ઓફીસ પાછળ બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ભરત બાબુભાઈ ચાવડા, આસિફ જુમાભાઈ સુમરા અને અમિત કાળુભાઈ મકવાણા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૪૨૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે