Morbi,તા.08
રાજ્યની વિવિધ જેલમાં સમયાન્તરે ચેકિંગ કરવામાં આવતા હોય છે જે ચેકિંગ દરમિયાન મોબાઈલ તેમજ પાન-માવા અને સિગારેટ જેવી ચીજવસ્તુઓ મળી આવતી હોય છે તાજેતરમાં મોરબી સબ જેલમાં આઈજીની સ્કવોડ દ્વારા ચેકિંગ કરવામાં આવતા માવા મળી આવતા જેલરની બદલી કરવામાં આવી છે
મોરબી સબ જેલમાં કેદીઓને અપાતી સુવિધાઓની ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ ગયા બાદ જેલ આઈજી સ્ક્વોડ દ્વારા જેલની તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં મોરબી સબ જેલમાંથી ૪૦ માવા પકડાયા હતા. સાથે જ અન્ય પણ ખામીઓ ટીમને ધ્યાને આવી હતી જેને ધ્યાને લઈને સબ જેલના જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક અસરથી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બદલી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સબ જેલના જેલર દોઢેક માસ પૂર્વે જ મોરબી મુકાયા હતા હવે તેમની બદલી થતા રાજપીપળાથી એચ.એ.બાબરીયાની નવા જેલર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.