Morbi,તા.૨૪
પંચાસર રોડ પરથી ઇકો સપોર્ટ કારમાંથી પોલીસે દારૂની ૫૪ બોટલનો જથ્થો ઝડપી લઈને દારૂ અને કાર સહીત ૪.૩૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપીની શોધખોળ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ પર ઇકો સપોર્ટ કાર જીજે ૧૨ સીજી ૨૫૨૧ વાળી શંકાસ્પદ લાગતા તલાશી લીધી હતી જે કારમાંથી દારૂની બોટલ નંગ ૫૪ કીમત રૂ ૩૦,૬૭૨ નો જથ્થો મળી આવતા પોલીસે કાર અને દારૂ સહીત કુલ રૂ ૪,૩૦,૬૭૨ નો મુદામાલ જપ્ત કર્યો છે તો કાર ચાલક હાજર મળી આવ્યો ના હતો જેથી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે