Morbi,તા.06
પંચાસર રોડ પર રહેતા ઇસમના ઘરે રેડ કરી પોલીસે મકાનના બાથરૂમમાંથી ૬૦ નંગ બીયરનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પચાસર રોડ ભારતપરા શેરી નં ૦૧ માં રહેતા મુસ્તુફા ઉર્ફે મુસ્તાક ઉર્ફે ઝેરી ઓસમાણ સોલંકીના મકાનમાં બીયરનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનના બાથરૂમમાં રાખેલ બીયર નંગ ૬૦ કીમત રૂ ૬૦૦૦ નો જથ્થો જપ્ત કરી આરોપી મુસ્તુફા સોલંકીને ઝડપી લીધો છે અન્ય આરોપી નઝીર રહીમ સુમરા રહે રાજકોટ જામનગર રોડ વાળાનું નામ ખુલતા સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે