Morbi,તા.02
પાવડીયારી કેનાલ પાસેથી પસાર થતા બાઈક ચાલકને સીએનજી રીક્ષા સાથે ટક્કર થવા પામી હતી જે અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ રીક્ષા ચાલક નાસી જતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબી તાલુકાના મધુપુર ગામે રહેતા છગનભાઈ બાબુભાઈ ઉપસરીયા (ઉ.વ.૩૪) નામના યુવાને સીએનજી રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૧૨-૨૪ ના રોજ છગનભાઈ પોતાનું બાઈક લઈને જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે આવેલ કેનવાસ સિરામિક કારખાનેથી પોતાના ગામ મધુપુર જતા હતા ત્યારે પાવડીયારી કેનાલ પાસે સીએનજી રીક્ષા ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી છગનભાઈને પગમાં અને હાથમાં ઈજા પહોંચી હતી અકસ્માત સર્જી રીક્ષા લઈને ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે