Morbi,તા.13
બેલા રંગપર ગામની સીમમાં આવેલ દુકાનમાં રેડ કરી એલસીબી ટીમે ૨૭૫ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરી ત્રણ આરોપીને ઝડપી લીધા છે જયારે અન્ય ત્રણ આરોપીના નામો ખુલ્યા છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બેલા રંગપર ગામની સીમમાં આવેલ દુકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં દુકાનમાંથી દેશી દારૂ ૨૭૫ લીટર કીમત રૂ ૫૫,૦૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી તૌફીક ઉર્ફે તોફ્લો ગુલામહુશેન સુમરા (ઉ.વ.૩૦) રહે વિસીપરા કુલીનગર, સાગર જગદીશ પંડ્યા રહે રણછોડનગર અને ઈરફાન વલીમામદ કટારીયા રહે વિસીપરા કુલીનગર એમ ત્રણ આરોપીને ઝડપી લીધા છે અન્ય આરોપી અનવર ગુલામહુશેન સુમરા રહે વિસીપરા કુલીનગર, યાસ્મીન ઉર્ફે આરતી સંજય અગેચણીયા રહે શોભેશ્વર રોડ અને ઇકો ગાડીનો ચાલક એમ ત્રણ આરોપીઓના નામો ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ ચલાવી છે