Morbi, તા.7
મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને ગણતરીના દિવસો જ થયા છે ત્યાં અધિકારીઓ મુકાઇ ગયા છે અને કામગીરીનો ધમધમાટ પણ શરૂ થઈ ગયેલ છે મોરબી મહાપાલિકાના મદદનીશ કમિશનર સંજય સોનીએ તેનો ચાર્જ સંભાળી લીધો છે.
કમિશનર તરીકે સ્વપ્નિલ ખરે ચાર્જ સાંભળીને મોરબી મહાપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે કામ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા નવ રચિત મહાપાલિકમાં મદદનીશ કમિશનર સંજય સોનીને મૂકવામાં આવેલ છે તેમણે મોરબી મહાપાલિકામાં ચાર્જ સાંભળી લીધેલ છે અને તેઓ મૂળ ઇડરના વતની છે.
અને તેમણે પહેલા મહેસાણા, ભરૂચ, નડિયાદ, વલસાડ, નવસારી સહિતની જગ્યાએ ચીફ ઓફિસર તરીકે કામગીરી કરેલ છે. અને તેમની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળે તે દિશામાં પહેલા કામ કરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, મોરબી કમિશનર, નાયબ કમિશનર અને સિટી ઈજનેર અને હવે મદદનીશ કમિશ્નર દ્વારા ચાર્જ સાંભળીને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
સિટી સિવિક સેન્ટર
કમિશનર સ્વપ્નિલ ખરેએ થોડા દિવસો પહેલા જ ચાર્જ સાંભળ્યો છે અને તેમણે કહ્યું હતું કે, સોમવારથી તે સિટી સિવિક સેન્ટર શરૂ થઈ ગયેલ છે અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડે આવેલ રેન બસેરા ખાતે હાલમાં સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
ત્યાં જઈને લોકો લાઈટ, પાણી, ગટર સાહિતની ફરિયાદો કરી શકશે તેમજ ત્યાં વ્યવસાય વેરો અને પ્રોપર્ટી ટેક્સ પણ લોકો ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. જો કે, આગામી દિવસોમાં ત્યાં જન્મ મરણના દાખલા, મેરેજ સર્ટી અને હોલ બુકીંગ સહિતની સેવાઓને શરૂ કરવામાં આવશે.