Morbi,તા.02
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે વિસીપરા વિસ્તારમાંથી ગેરકાયદે પિસ્ટોલ અને બે નંગ જીવતા કાર્ટીઝ સાથે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ ગેરકાયદે હથિયારો રાખતા ઇસમોને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન વિસીપરા મેઈન રોડ પર પટેલ જીનના પડતર ખુલ્લા ગ્રાઉન્ડમાં એક ઇસમ હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી આરોપી સદામ ઇલ્યાસ કટિયા (ઉ.વ.૨૪) રહે વિસીપરા ચારગોદામ પાછળ મોરબી વાળાને ઝડપી લઈને આરોપી પાસેથી પિસ્ટલ નંગ ૦૧ કીમત રૂ ૧૦,૦૦૦ અને જીવતા કાર્ટીઝ નંગ ૦૨ કીમત રૂ ૨૦૦ સહીત કુલ રૂ ૧૦,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે