Morbi,તા.13
મોરબીમાં બાઈક ચોર ઇસમેં આતંક મચાવ્યો હતો તાજેતરમાં ત્રિકોણબાગ સહિતના વિસ્તારમાંથી એક બાદ એક બાઈક ચોરીના બનાવો પ્રકાશમાં આવતા પોલીસે તપાસ ચલાવી હતી અને બાઈક ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને છ બાઈક રીકવર કરી વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી એ ડીવીઝન હદ વિસ્તારમાં ત્રિકોણબાગ અને તખ્તસિંહજી રોડ પરથી અવારનવાર બાઈક ચોરીની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવલખી ફાટક પાસેથી એક ઇસમ બાઈકમાં નીકળતા કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક ચોરીનું હોવાનું ખુલ્યું હતું જેથી આરોપી વિમલ રમણીકગીરી મેઘનાથી (ઉ.વ.૩૦) રહે મોરબી સામાકાંઠે નીલકંઠ સોસાયટી મૂળ રહે નાની વાવડી તા. ધોરાજી વાળાને ઝડપી લીધો હતો અને સઘન પૂછપરછ કરતા અન્ય પાંચ બાઈક ચોરી કરી નવલખી રોડ પર બાવળની ઝાડીમાં વેચવા માટે રાખ્યા હોવાની કબુલાત આપતા પોલીસે ચોરીના છ બાઈક કીમત રૂ ૧.૩૫ લાખનો મુદામાલ રીકવર કરી વધુ તપાસ ચલાવી છે