Morbi,તા.29
મોરબીમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને પોલીસે ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કર્યું છે ઝડપાયેલ ઇસમ રીઢો ગુનેગાર હોવાનુ ખુલ્યું છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે આરોપી વાવડી રોડ પરથી પસાર થતા આરોપીને ઝડપી લઈને કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક સીટી એ ડીવીઝન હદ વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું જેની એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ હોય જેથી પોલીસે ૫૦ હજારની કિમતનું બાઈક કબજે લઈને આરોપી પ્રકાશ ચંદુભાઈ નગવાડિયા (ઉ.વ.૩૩) રહે ચીખલી તા. માળિયા વાળાને ઝડપી લીધો છે ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે જેના વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ચોરી, મારામારી અને જુગારધારા હેઠળ છ ગુના નોંધાઈ ચુક્યા છે