પોલીસે વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું
એકટીવા અને લારીને ટક્કર મારી નાસી ગયો હતો કારચાલક
શહેરના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ નજીક ગત રાત્રીના સ્કોર્પીઓ કારનો ચાલક પુરઝડપે કાર ચલાવી માણસોની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કર્યું હતું અને એક એકટીવા તેમજ એક લારીને ટક્કર મારી નાસી ગયો હતો જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી લઈને આજે વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું
મોરબીના ઉમા ટાઉનશીપ નજીક સ્કોર્પીઓ કારના ચાલક એકટીવા અને લારીને ટક્કર મારી નાસી ગયો હતો જે બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જે કારને ટક્કર મારી નાસી જનાર ઈસમને શોધી કાઢવા ટીમો બનાવી તપાસ ચલાવી હતી અને અકસ્માતનો આરોપી મનીષ ઉર્ફે મુન્નો પ્રશાંત રાવલ (ઉ.વ.૪૪) હરિઓમ પાર્ક મોરબી વાળાને ઝડપી લીધો હતો બેફિકરાઈથી કાર ચલાવી ભયનો માહોલ ઉભો કરનાર આરોપીનો વરઘોડો કાઢ્યો હતો તેમજ બનાવ સ્થળે લઇ જઈને આરોપી પાસે રી કન્સ્ટ્રકશન કરાવ્યું હતું