Morbi,તા.15
ગઈકાલે મકરસંક્રાતિ પર્વની મોરબી શહેર અને જીલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી દાનના પર્વ સમાન મકરસંક્રાંતિ પર્વે શહેરમાં ઠેર ઠેર ગાયોના દાન માટેના સ્ટોલમાં નાગરિકોએ ઉદાર હાથે લાખોનું દાન કર્યું હતું તેમજ પતંગ ચગાવી આનંદ માણ્યો હતો
ઉતરાયણ પર્વ બાળકોથી લઈને વૃદ્ધો સૌ કોઈનો પ્રિય તહેવાર હોય સવારથી જ બધા છત પર ચડી ગયા હતા અને કાપ્યો છેના નારા આખો દિવસ ગુંજતા રહ્યા હતા મકરસંક્રાંતિ પર્વે જોકે પક્ષીઓ માટે આફત આવી જતી હોય છે મોરબીમાં ઉતરાયણ પર્વે સેવાભાવી સંસ્થાઓએ ઘાયલ પક્ષીની સારવાર માટે કેમ્પ ચાલુ રાખ્યા હતા જેમાં એક જ દિવસમાં ૧૨૦ જેટલા ઘાયલ પક્ષીઓ આવ્યા હતા અને આજે વધુ ૨૦ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે ઘાયલ પૈકી ૨૨ કબૂતરોના મોત થયા હતા અને અન્યને સારવાર આપવામાં આવી રહી છે
મોરબીમાં પતંગ દોરીથી ચાર વ્યક્તિને ઈજા, પડી જવાના છ કોલ ૧૦૮ ને મળ્યા
ઉતરાયણ પર્વે ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ આખો દિવસ દોડતી રહી હતી મોરબી જીલ્લામાં પતંગની દોરી ગળામાં આવવાથી ચાર નાગરિકોને ઈજા પહોંચી હતી ૧૦૮ ટીમને એક જ દિવસમાં ૭૩ જેટલા કોલ્સ મળ્યા હતા જે સામાન્ય દિવસો કરતા વધુ હતા ૧૦૮ ટીમને ૬ કોલ પડી જવાના મળ્યા હતા મોરબીમાં ચાર વ્યક્તિ દોરીથી ઈજાગ્રસ્ત થઇ હતી જોકે મૃત્યુના એકપણ બનાવ નોંધાયા નથી