Morbi,તા.22
વિસીપરામાં રહેતા ૩૭ વર્ષના યુવાન પોતાના ઘરે બેભાન થઇ જતા સારવાર માટે મોરબી અને બાદમાં રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વિસીપરા કેશવાનંદ બાપુના આશ્રમ પાસે કુલીનગરમાં રહેતા શબ્બીર હુસેન જેડા (ઉ.વ.૩૭) નામનો યુવાન ચારેક દિવસ પૂર્વે પોતાના ઘરે હોય ત્યારે કોઈ કારણોસર બેભાન થઇ જતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમીયાન યુવાનનું મોત થયું હતું બનાવ મામલે બી ડીવીઝન પોલીસ નોંધ કરી વધુ તપાસ ચલાવી છે