Morbi તા.૨૩
ફ્લીપકાર્ડ કંપનીમાં ડીલીવરી બોય તરીકે કાર્યરત ઇસમેં ગ્રાહકે મંગાવેલ ૧.૨૩ લાખની ચાર ગેમિંગ આઈટમને સ્થાને અન્ય ચીજવસ્તુ મૂકી કંપની સાથે છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે
રાજકોટ રાજનગર ૫માં રહેતા મહેશભાઈ મોહનભાઈ રાઠોડે આરોપી રફીક હનીફ ભટી રહે વાવડી રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી મહેશભાઈ ફ્લીપકાર પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે મોરબી શહેરમાં કંડલા બાયપાસ કામધેનું પાર્ટી પ્લોટ સામે આવેલ ફ્લીપકાર્ટ કંપનીની લોજીસ્ટીક કંપની ઇનસ્ટાકાર્ટ પ્રા લી કંપનીમાં રફીક ભટી તા. ૨૨-૧૦ ના રોજ ડીલીવરી બોય તરીકે જોડાયો હતો જેની કામગીરી વિસીપરા એરિયામાં જે કાઈપણ પાર્સલ આવે તે કસ્ટમર સુધી પહોંચાડવાના હોય છે ગત તા. ૧૯-૧૧ ના રોજ કંપનીના કેન્સલ થયેલ શીપમેન્ટના પ્રોડક્ટનું કંપનીના ટીમ લીડર્સ આવળદાન રાણાભાઇ રૂડાચ તથા રવિભાઈ રામભાઈ ગોજીયા તથા જ્યોતિ જગદીશભાઈ પરમારએ વેરીફીકેશન કરતા સોની પ્લે સ્ટેશન ૫ ગેમિંગ આઈટમ કીમત રૂ ૪૪,૦૦૦ સોની પ્લે સ્ટેશન ૪ ગેમિંગ આઈટમ કીમત રૂ ૩૩,૦૦૦ એપલ એરપોડ કીમત રૂ ૨૩,૫૦૦ એપલ એરપોડ કીમત રૂ ૨૩,૦૦૦ ની વસ્તુઓ એક્સચેન્જ થઇ હોવાનું જણાઈ આવ્યું હતું
જેથી કંપનીમાં ઉપર અધિકારીને જાણ કરી હતી બાદમાં કંપનીના અધિકારીઓ દ્વારા મોરબીના સ્ટાફની પૂછપરછ કરતા ડીલીવરી બોય રફીક હનીફ ભટીએ કબુલાત આપી હતી કે વસ્તુનો અલગ અલગ નામથી ઓર્ડર આપી ઓર્ડર કરી પાર્સલ આવ્યે ઓફિસની બહાર ગ્રાહકના નામથી પાર્સલ લઇ જઈને અંદરથી અસલ વસ્તુ કાઢી અન્ય ચીજવસ્તુ મૂકી તેવું પેકિંગ કરી ઓફિસમાં ગ્રાહકનો ઓર્ડર કેન્સલ થયાનું દર્શાવી કંપનીના વેરહાઉસમાં પ્રોડક્ટ પરત આપતો હોવાનું જણાવ્યું હતું આમ ડીલીવરી બોય દ્વારા ગેમિંગ આઈટમ અને એપલ એરપોડ સહીત કુલ રૂ ૧,૨૩,૫૦૦ ની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે