Morbi,તા.29
મોરબીમાં થોડા દિવસો પૂર્વે જ પુરઝડપે જતી કાર વીજપોલ સાથે અથડાયા બાદ બેંકના શટરમાં ઘુસી ગઈ હતી તો વધુ એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં લાતીપ્લોટમાં સ્વીફ્ટ કાર ચાલકે પુરઝડપે કાર ચલાવી બાઈકને ઠોકર મારી પછાડી દઈને બાદમાં કાર તેમજ રિક્ષાને પણ ટક્કર મારી નાસી ગયો હતો જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
શહેરના કેનાલ રોડ પર ઓમપાર્ક સોસાયટીમાં રહેતા દીક્ષિત જયંતીભાઈ કાંજીયાએ સ્વીફ્ટ કાર જીજે ૩૬ એલ ૪૬૭૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીએ પોતાની સ્વીફ્ટ કાર પુરઝડપે ચલાવી લાતીપ્લોટ શેરી નં ૨ માં ફરિયાદીના બાઈક જીજે ૩૬ એડી ૮૯૧૮ ને પાછળથી ઠોકર મારી પછાડી દઈને દીક્ષિતભાઈને પાગલમાં અને હાથમાં ઈજા કરી હતી તેમજ પ્રવીણભાઈની કાર જીજે ૩૬ એએફ ૫૮૭૭ ને ડ્રાઈવર સાઈડમાં ઘસી નાખી અને એક સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૮૪૩૮ ને પાછળથી ઠોકર મારી કાર ચાલક નાસી ગયો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે