Morbi,તા.17
મોરબી જીલ્લા પંચાયતના ચેરમેને તાજેતરમાં પત્રકાર પરિષદ યોજી ભાજપના જ ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપોનો મારો ચલાવ્યો હતો જેને પગલે જીલ્લા ભાજપ પ્રમુખે ચેરમેન અજય લોરિયાને કારણદર્શક નોટીસ ફટકારી જવાબ રજુ કરવા જણાવ્યું છે
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જીલ્લા પંચાયતના ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન અજયભાઈ મનસુખભાઈ લોરિયાને શો કોઝ નોટીસ આપી છે જેમાં જણાવ્યું છે કે બે દિવસ પૂર્વે જીલ્લા પંચાયત ખાતમુર્હત કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદ બોલાવી તમે આપેલ નિવેદન અને પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ પક્ષને નુકશાન થાય તેવું કૃત્ય કર્યું હતું જીલ્લા પંચાયતના આમંત્રણ કાર્ડમાં અપેક્ષિત ના હોય છતાં નામ લખવાનો આગ્રહ રાખી અને જીલ્લા ભાજપને કોઈપણ જાતની જાણ કર્યા વગર પત્રકાર પરિષદ બોલાવી પાર્ટીને નુકશાન થાય તેવું કામ કર્યું છે જેથી તમારી સામે શિક્ષાત્મક પગલા કેમ ના લેવા તે ૧૫ દિવસની અંદર જીલ્લા ભાજપને લેખિત ખુલાસો કરવા સૂચિત કરવામાં આવ્યા છે