Morbi,તા.20
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત છાત્ર શક્તિનો પરિચય કરાવનાર નવનિર્માણ આંદોલનની આજે ૫૦ મી વર્ષગાંઠ નિમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાયા હતા જે અંતર્ગત મોરબીની એલ ઈ કોલેજ કેમ્પસમાં છાત્ર ગર્જના કાર્યક્રમ યોજાયો હતો
જે કાર્યક્રમમાં ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, abvp પ્રદેશ મંત્રી સમર્થભાઈ ભટ્ટ સહિતના સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને આંદોલન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ ૧૯૭૩ માં તત્કાલીન રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની મેશમાં અપાતા અનાજ ઉપરની સબસીડી પાછી ખેંચતા ભોજનના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો હતો. જેથી મોરબીની એલ ઈ કોલેજના વિદ્યાર્થીઓએ તારીખ ૨૦ ડીસેમ્બર ૧૯૭૩ ના રોજ શરુ કર્યું હતું જે આંદોલન રાજ્યભરમાં ફેલાયું હતું અને તે સમયના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે રાજીનામું આપવું પડ્યું હતું કાર્યક્રમમાં એબીવીપીના ૨૦૦ જેટલા કાર્યકરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે છાત્ર શક્તિ રથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો