Morbi,તા.12
ભડિયાદ બૌધ્ધ્નગરમાં રહેતા દંપતીએ પાડોશમાં રહેતા દંપતીને ૧.૬૦ લાખની લોન કરાવી આપી હતી જે પરત ના આપવાના ઈરાદે આરોપી દંપતીએ ફરિયાદી દંપતીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબી-૨ ભડિયાદ રોડ પર આવેલ બૌદ્ધનગરના રહેવાસી જગદીશભાઈ કલાભાઈ પરમાર (ઉ.વ.૫૨) વાળાએ આરોપી પ્રવીણ રામજી પુરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અને તેના પત્ની કોકિલાબેને સાતેક માસ અગાઉ પાડોશમાં રહેતા આરોપી પ્રવીણભાઈ પુરાણી અને તેના પત્ની જયશ્રીબેનને ફરિયાદી પ્રવીણભાઈએ પોતાના નામે બે લોન કરાવી આશરે એક લાખ સાઈઠ હજારની આર્થિક મદદ કરી હતી જે રકમ આરોપીને પરત આપવાનો ઈરાદો ના હોવાથી તા. ૨૫-૧૦ ના રોજ ફોનમાં ગાળો આપી છરીના ઘોદા મારવાની તથા તા. ૧૦-૧૨ ના રોજ ફરિયાદી અને તેની પત્નીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે