Morbi,તા.19
મોરબી જીલ્લા પોલીસ દ્વારા રીક્ષા ચાલકો વિરુદ્ધ સરપ્રાઈઝ ચેકિંગ ડ્રાઈવમાં પોલીસે ૭૫ રીક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે તેમજ ૩૯ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી હતી
મોરબી પોલીસે વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા અને ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે સરપ્રાઈઝ વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કર્યું હતું તા. ૧૮ ના રોજ સાંજે રીક્ષા ચાલકો વિરુદ્ધ સરપ્રાઈઝ વાહન ચેકિંગ કરવામાં આવતા રીક્ષામાં વધુ મુસાફરો બેસાડેલ હોય, ડ્રાઈવર સીટ પાસે મુસાફર બેસાડવા અને ડ્રાઈવિંગ લાયસન્સ અને કાગળો ના હોય તેવા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે ચેકિંગ ડ્રાઈવમાં કુલ ૬૪૩ રીક્ષા ચેક કરી હતી જેમાં આધાર પુરાવા વગરની ૪૪ રીક્ષા અને વધુ મુસાફરો બેસાડેલ ૩૧ રીક્ષા સહીત કુલ ૭૫ રીક્ષા ચાલકો વિરુદ્ધ એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કાર્યવાહી હાથ ધરી છે
તેમજ રીક્ષામાં ડ્રાઈવર પાસે પેસેન્જર બેસાડનાર ૩૯ રીક્ષા ચાલકોને સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી હતી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર રીક્ષા ચાલકો પાસેથી કુલ રૂ ૬૭,૦૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો વધુ સ્પીડે રીક્ષા ચલાવનાર ૦૮ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે તેમજ આડેધડ રીક્ષા પાર્ક કરેલ હોય તેવા ૧૦ ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે