Morbi,તા.13
સીટી એ ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ઈસમને ઝડપી લઈને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપી એ ડીવીઝન પોલીસ મથકને સોપ્યો છે
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવ અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં આરોપી પ્રકાશ સૈતાનાંરામ શાહુ બિશ્નોઈ રહે રાજસ્થાન વાળો હાલ બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના થરાદ ચોકડી પાસે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે સીટી એ ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો છે